સાદગીથી નહિ થાય ગાંધીનગરમાં અમિત શાહની ઉમેદવારી, કરાયું છે ભવ્ય આયોજન
ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડવાના છે, ત્યારે તેઓ 30 માર્ચના રોજ પોતાની ઉમેદવારી નોંધાવશે. અમિત શાહના ઉમેદવારી પત્ર ભરવાને લઈને ભાજપે તૈયારીઓ આરંભી દીધી છે. અમિત શાહનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત થશે. ઉમેદવારી નોંધાવતી વખતે શક્તિ પ્રદર્શન પણ કરાશે. તેમજ રોડ શોની સાથે કાર્યકરોની જંગી રેલીનું પણ આયોજન કરાયું છે.