દીવ નજીક બે બોટની જળસમાધી, 8 ખલાસીઓનું કરાયું રેસ્ક્યુ
દીવના વણાંકબારા નજીક 40 નોટિકલ માઈલ દૂર દરિયામાં બોટે જળસમાધિ (Boat Sink) લીધી છે. દરિયામાં ભારે પવનના કારણે મોજા ઉછળ્યા હતા અને દરિયાનું પાણી બોટમાં ભરાઈ ગયું હતું. જેને પગલે બોટ ડૂબી ગઈ હતી. શિવ પરમાત્મા નામની બોટ માછીમારો (Fishermen) ના નજર સામે જ દરિયામાં સમાઈ ગઈ હતી. ત્યારે બોટમાં સવાર 8 ખલાસીઓના બચાવમાં અન્ય બોટ દોડી આવી હતી અને તમામ આઠ માછીમારોને ડૂબતા બચાવી લીધા હતા. આમ, બોટની જળસમાધિમાં માછીમારોનો જીવ બચ્યો હતો.