અંતાગઢ: છત્તીગઢના કાંકેર જિલ્લામાં માઇનોર દુષ્કર્મ પીડિતાને ગ્રામજનો દ્વારા નિર્દયતા પૂર્વક માર માર્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, પખાંજુર વિસ્તાના બાંદે સ્ટેશન વિસ્તારની અંતર્ગત આવતા વિષ્ણુપુરના ગ્રામજનોએ દુષ્કર્મ પીડિતાને જાહેરમાં માર માર્યો હતો. એટલું જ નહીં બાળકીને બચાવવા માટે આવેલી મહિલાને પણ આ લોકોએ માર માર્યો હતો. ઘટનાના વીડિયો વાયરલ થઇ રહ્યા છે. જેમાં ગામની મહિલાઓ પણ મારામારી કરતી જોવા મળી રહી છે.