મહિલા દિવસ નિમિત્તે મુખ્યમંત્રી વિજય રુપાણીએ પોતાના ફેસબુક ઉપર વીડિઓ અપલોડ કરી શુભકામનાઓ પાઠવી છે. મુખ્યમંત્રી વિજયભાઈએ પોતાના સંબોધનમાં રાજ્યની માતા અને બહેનોને મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું છે કે ભારતીય સંસ્કૃતિમાં મહિલાને આદિ અનાદી કાળથી શક્તિ તરીકે પૂજવામાં આવે છે અને માટે જ આપણે ત્યાં રામ પહેલા સીતા, શંકર પહેલા શિવ અને કૃષ્ણ પહેલા રાધાનું નામ લેવામાં આવે છે.