અયોધ્યા કેસ (Ayodhya Case)ને લઇને સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. સીજેઆઇ રંજન ગોગાઇએ કહ્યું કે બહારના પ્રાંગણમાં હિંદુ પૂજા કરી રહ્યા છે. હાઇકોર્ટે આ મામલે ત્રણ ભાગ કર્યા તે તાર્કિક નથી. કોર્ટે કહ્યું કે કેંદ્વ સરકાર ત્રણ મહિનામાં મંદિર નિર્માણની યોજના બનાવે. કોર્ટે મસ્જિદ માટે અલગ જમીન આપવાનો આદેશ કર્યો છે. આ ચુકાદા વિશે ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ નિવેદન આપ્યું છે.