વિમાનમાં ફરવાના ગુજરાતીઓ જબરા શોખીન! બે મહિનામાં 20 લાખ મુસાફરો ગરમીમાં પણ ફર્યા

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) પર પેસેન્જર ટ્રાફિકમાં નવો માઈલસ્ટોન સ્થાપિત કર્યો છે. નાણાકીય વર્ષ (FY24) ના પ્રથમ બે મહિનામાં 20 લાખ મુસાફરોને સુવિધાસભર યાત્રા કરી ચૂક્યા છે. પેસેન્જર ટ્રાફિકમાં વધારો થવાનું એક કારણ ઉનાળુ વેકેશનની સિઝન પણ છે.

વિમાનમાં ફરવાના ગુજરાતીઓ જબરા શોખીન! બે મહિનામાં 20 લાખ મુસાફરો ગરમીમાં પણ ફર્યા

Ahmedabad Airport: 23મી મેના રોજ એરપોર્ટે FY24નો અત્યાર સુધીનો સૌથી વ્યસ્ત દિવસ નોંધાયો, જેમાં 279 ફ્લાઇટ મૂવમેન્ટ સાથે રેકોર્ડ 38,790 મુસાફરોને સેવા આપવામાં આવી હતી. હાલમાં SVPIA દરરોજ 34,333 મુસાફરો અને 268 એરક્રાફ્ટ ટ્રાફિક મૂવમેન્ટ્સ (ATM)નું સંચાલન કરે છે. ગયા વર્ષે સમાન સમયગાળા માટે 1.9 મિલિયન મુસાફરોનો ટ્રાફિક હતો.

FY23-24માં એરપોર્ટે રેકોર્ડ-બ્રેકિંગ પ્રદર્શન કરતા એરપોર્ટે 11,781,525 મુસાફરોને સેવા આપી હતી, જે પેસેન્જર્સની સંખ્યામાં મજબૂત વૃદ્ધિ સૂચવે છે.

પેસેન્જર અનુભવ અને કનેક્ટિવિટી
SVPIA મુસાફરોને એક સીમલેસ અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ પ્રદાન કરવા માટે સમર્પિત છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજીમાં તાજેતરના રોકાણોએ મુસાફરોની આરામ અને સગવડમાં નોંધપાત્ર સુધારો કર્યો છે.

મુખ્ય સુધારાઓની વાત કરીએ તો.... 

  • ટર્મિનલ 2 માં એક નવો સ્વિંગ-સંચાલિત સુરક્ષા હોલ્ડ વિસ્તાર
  • 395 મીટર સુધી વિસ્તરણ પામતો સમાંતર ટેક્સી વે
  • નવી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ
  • પાર્કિંગ અને નવા રૂટમાં વધારો
  • ટર્મિનલ 2 ના એપ્રોન પાસે પાંચ નવા પાર્કિંગ સ્ટેન્ડ ઉમેરવામાં આવ્યા છે, જેમાં ઉન્નત ઓપરેશનલ ક્ષમતાઓ માટે ટર્મિનલ 1 એપ્રોનની પુન: ગોઠવણી કરવાની યોજના છે.

75 હજારના પગારદારનો 7થી 8 કરોડનો બંગલો! જુઓ રાજકોટમાં કેવા ભ્રષ્ટાચારીઓ ભર્યા છે...?

નવા ફ્લાઇટના વિકલ્પ

  • એર એશિયાની કુઆલાલંપુર માટે નોન-સ્ટોપ સેવા (ચાર સાપ્તાહિક ફ્લાઇટ્સ)
  • એર ઈન્ડિયાથી દિલ્હી માટે વધારાની સીધી ફ્લાઈટ્સ (ગુરુવાર અને શનિવાર)

આ શહેરોમાં મુસાફરોનો સૌથી વધુ ઘસારો

  • છેલ્લા બે મહિનામાં અમદાવાદીઑના સૌથી લોકપ્રિય સ્થાનિક સ્થળો દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, પુણે અને જયપુર રહ્યા હતા. જ્યારે ટોચના આંતરરાષ્ટ્રીય સ્થળોમાં અબુ ધાબી, દુબઈ, બેંગકોક, દોહા અને કુઆલાલંપુરનો સમાવેશ થાય છે.

આ તારીખે આવી બનશે! ગુજરાતમાં 50 કિ.મીની ઝડપે ફૂંકાશે આ 4 જિલ્લામાં ધૂળનું વાવાઝોડું

વ્યાપક નેટવર્ક

  • SVPIA 7 એરલાઇન્સની સેવાઓ દ્વારા 37 નોન-સ્ટોપ અને 4 વન-સ્ટોપ ડોમેસ્ટિક ડેસ્ટિનેશન્સ સાથે જોડાણ ધરાવે છે. ઉપરાંત 17 એરલાઇન્સ દ્વારા 14 આંતરરાષ્ટ્રીય સ્થળો સાથે જોડાણ પ્રદાન કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news