વિધાનસભા ગૃહમાં કેગનો રિપોર્ટ અને સાબરમતી ટ્રેન સળગાવવાનો ગોધરાકાંડ (Godhrakand) નો રિપોર્ટ એમ બે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા છે. આખરે 17 વર્ષ બાદ આજે ગુજરાત વિધાનસભામાં ગોધરાકાંડ પાર્ટ-2નો રિપોર્ટ રજૂ કરાયો છે. ગોધરાકાંડ રિપોર્ટની સાથે કેગ (CAG)નો રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો છે. નાણાવટી-મહેતા પંચ (Nanavati-Mehta Commission) નો આ રિપોર્ટ આખરે 17 વર્ષ બાદ રજૂ થયો છે, ત્યારે આ રિપોર્ટમાં તે સમયના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની કેબિનેટના સદસ્યોને ક્લીનચીટ આપવામાં આવી છે. આ ઉપરાંત ત્રણ અધિકારીઓ આર.બી શ્રીકુમાર, રાહુલ શર્મા અને સંજીવ ભટ્ટની ભૂમિકા નકારાત્મક હોવાની અને તેમની સામે ડિપાર્ટમેન્ટ કાર્યવાહી કરવાનો પણ ઉલ્લેખ કરાયો છે.