અમદાવાદમાં એ બી વી પી કાર્યકર્તાઓ દ્વારા એનએસયુઆઈના કાર્યકર્તાઓ ને મારવાના વિરુદ્ધમાં વડોદરાના ડેરીડેન સર્કલ ખાતે કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો... પરંતુ ધરણાં ની પોલીસ મંજૂરી ન મળતા પોલીસે કોંગ્રેસના સાહિત્ય, બેનર, પોસ્ટર જપ્ત કર્યા...પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ સાથે કોંગ્રેસ નેતા એ વાત કરતા પોલીસે શાંતિ પૂર્વક ધરણાં ની મંજૂરી આપી...કોંગ્રેસ કાર્યકરો અને હોદ્દેદારો ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા પોલીસે તેમને રોક્યા જેના કારણે એ સી પી અને કોંગ્રેસ પ્રમુખ વચ્ચે જીભા જોડી થઈ.