અમદાવાદ શહેરના ઘોડાસર વિસ્તારમાં BRTS કોરિડોરમાં વાહન ચલાવી રહેલા એક ટુ-વ્હીલર ચાલકને બસે કચડી માર્યો હતો. જાણકારી મુજબ ટુ-વ્હીલર ચાલક શનિવારે રાત્રે 11 વાગ્યે ઘોડાસર ચાર રસ્તા પાસે BRTS કોરિડોરમાં વ્હીકલ ચલાવી રહ્યો હતો. આ દરમિયાન નારોલથી જશોદાનગર જઈ રહેલી BRTS બસે તેના વાહનને ટક્કર મારી હતી. બસે ટક્કર મારતા ઉછળીને નીચે પટકાયેલા યુવકનું મોત નિપજ્યું હતું. અકસ્માતમાં મૃત્યુ પામનારા વ્યક્તિની ઓળખ જયકુમાર ચૌહાણ તરીકે કરવામાં આવી છે.