વધુ એકવાર નિર્ભયાના આરોપીઓની ફાંસી ટળી
નિર્ભયાના ચારેય દોષીતોની ફાંસી એકવાર ફરી ટળી ગઈ છે. નિર્ભયા બળાત્કાર અને હત્યા કેસના ચારેય આરોપીઓમાંથી એક પવનની દયા અરજી રાષ્ટ્રપતિની સામે પેન્ડિંગ હોવાને કારણે પટિયાલા હાઉસ કોર્ટે આગામી આદેશ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. પૂર્વ આદેશ પ્રમાણે ચારેયને કાલે 3 માર્ચે સવારે 6 કલાકે ફાંસી થવાની હતી. આજે પવનની ક્યૂરેટિવ અરજી સુપ્રીમ કોર્ટે નકારી દીધી હતી, તો સાથે પટિયાલા હાઉસ કોર્ટે ડેથ વોરંટ પર પ્રતિબંધ લગાવવાની અક્ષય અને પવનની અરજી નકારી હતી. આ વચ્ચે પવને રાષ્ટ્રપતિની પાસે દયા અરજી દાખલ કરી છે.