જામનગરમાં ડેન્ગ્યુના કેસમાં સતત વધારો, 39 પોઝિટિવ કેસ નોંધાયા
જામનગરમાં ડેન્ગ્યુની સતત વધતી જતી બીમારી અને મોતના આંકને લઈને આખરે રાજ્ય સરકાર સફાળી જાગી છે... જેને લઈને જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજના હોલ ખાતે રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની આગેવાની હેઠળ ગાંધીનગર થી આવેલા આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ જામનગરના આરોગ્ય અધિકારીઓ અને તેમજ જિલ્લા વહીવટી તંત્રની ઉપસ્થિતિમાં ડેન્ગ્યુના રોગચાળાને ડામવા ખાસ બેઠક યોજવામાં આવી...અત્રે એ બાબત પણ ચોંકાવનારી છે કે ગુજરાતમાં અમદાવાદ શહેર બાદ ડેન્ગ્યુના સૌથી વધુ પોઝેટીવ કેસ જામનગરમાં નોંધાઇ રહ્યા છે.