પાટણના રાધનપુર તાલુકાના સાતુન ગામે રોગચાળો ફેલાય તેવી ભીતિ છે. સાતુન ગામના તળાવમાં અસંખ્ય માછલીઓના મોત થયા છે. રાધનપુર નગરપાલિકાની ગટરનું ગંદુ પાણી તળાવમાં આવવાને કારણે માછલીઓના મોત થયા છે. આ મોતને કારણે રોગચાળો ફેલાય એવી શક્યતા છે.