રાષ્ટ્રપતિ ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા અમેરિકાએ જાહેરાત કરી છે કે, આ મુલાકાત દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય વાતચીત પર ભાર રહેશે. મુલાકાત દરમિયાન આતંકવાદ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ બંને દેશોને વાતચીતથી આગળ વધવાની પહેલ કરશે. જ્યારે આ મુલાકાતમાં કેન્દ્ર સરકારના CAA અને ધાર્મિક મુદ્દાઓ પર પણ ચર્ચા થશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે 12 સભ્યોનું ડેલિગેશન અમદાવાદમાં આવશે. સાથે યૂએસ એમ્બેસેડર, સેક્રેટરી, કોમર્સ સેક્રેટરી પણ ભારત આવશે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, ઈવાન્કા ટ્રમ્પ અને તેમના પતિ પણ ડેલિગેશનમાં સામેલ છે.