મહેસાણાના ઊંઝા ધારાસભ્ય ડો. આશા પટેલ રાજીનામું આપી શકે તેવા સમાચાર સામે આવી રહ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઊંઝા એપીએમસીના રાજકારણે લઇને ધારાસભ્ય આશાબેન પટેલ રાજીનામું આપી શકે છે. જ્યારે આગામી એપ્રીલ માસમાં એપીએમસી ચૂંટણી યોજાનાર છે. કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ કિર્તી સિંહ ઝાલા સાથે ખટરાગના કારણે તેઓ રાજીનામું આપી શકે છે.