યસ બેંક મામલે ડે.સીએમ નીતિન પટેલનું મોટું નિવેદન
જન ઔષધી દિવસ નિમિત્તે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતમાં જેનેરિક દવાઓના વપરાશ વિશે માહિતી આપી હતી. ત્યારે હાલ દેશમાં સૌથી વધુ ચર્ચાતા યસ બેંકના ડૂબાણ અંગે નાયબ મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ગઈકાલે રિઝર્વ બેંક દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે, અને દર મહિને યસ બેંકના ખાતા ધારકો અને ડિપોઝીટરને 50 હજાર ઉપાડવાની છૂટ આપી છે. રિઝર્વ બેંક હાલ યશ બેંકનો કન્ટ્રોલ લઈ ચૂકી છે. આ મામલે વહીવટદારોની નિમણૂંક કરી દેવામાં આવી છે. જૂનુ બોર્ડ વિખેરી દેવામાં આવ્યું છે.