PNB કૌભાંડના ભાગેડુ આરોપી નીરવ મોદીને ભારત લાવવાના પ્રયત્નો વધારી દેવામાં આવ્યા છે. 29 માર્ચે નીરવ મોદી મામલે સુનાવણી કરવામાં આવશે. જેને લઇ ઇડીના અધિકારીઓ લંડન જવાના છે. તો આ અગાઉ ભાગેડુ હીરાનો વેપારી નીરવ મોદીના વકીલ તેની મુક્તી માટે શુક્રવારે બીજીવાર આદેવન આપશે. આ મામલે તે દિવસે લંડનમાં વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થશે. મોદી 2 અરબ ડોલરની છેતરપીંડી તથા મની લોન્ડ્રીંગ મામલે ભારતમાં વોન્ટેડ છે.