સ્વામીનારાયણ સંપ્રદાયના મહત્વપૂર્ણ ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીના પરિણામ પર આજે સૌની નજર છે. ગઈકાલે ઉત્સાહપૂર્ણ રીતે મતદાન થયું હતું. સવારે 8 કલાકથી ગઢડાની કન્યા શાળા ખાતે મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે. 10 ટેબલો પર 3 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે. ચૂંટણી ગણતરી માટે પણ પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે.