મેટ્રો સિટી પર રોગચાળાનો ભરડો, તંત્ર કઠપુતળી બની ગયું છે. મચ્છરો સામે જાણે કોર્પોરેશને હથિયાર હેઠા મુકી દીધા હોય તેવું લાગી રહ્યું છે. કમોસમી વરસાદના પગલે મચ્છરો બેકાબુ બન્યા છે. જ્યારે કોર્પોરેશન આ મચ્છરોને નાથવા માટે કોઇ પગલા જ નથી લઇ રહ્યું તેવું લાગી રહ્યું છે.