DPS સ્કૂલ ડાયરેક્ટર મંજુલા શ્રોફ અંગે ઝી 24 કલાક EXCLUSIVE ખુલાસો. ઝી 24 કલાકને હાથ લાગેલી એક્સક્લૂસિવ જાણકારી મુજબ વર્ષ 2018માં ડીપીએસનાં ડાયરેક્ટર મંજુલા શ્રોફે નિત્યાનંદની શિબિરમાં ભાગ લીધો હતો. મંજુલા શ્રોફે બેંગલુરુમા પહેલીવાર શિબિરમાં ભાગ લીધો હતો. 2018ની બેંગુલુરુની એ શિબિરમાં પાવર મેનિફેસ્ટેશન શીખવવામાં આવતું હતું. શિબિરમાં થર્ડ આઈ અને બોડી સ્કેન વિદ્યા શીખવવામાં આવતી હતી. 2018ની શિબિરમાં રિમોટ સ્કેન નામની વિદ્યા પણ શીખવવામાં આવી હતી. જે બાદ મંજુલા શ્રોફે અમદાવાદમાં નિત્યાનંદ આશ્રમને જમીન આપવાની અને એક નવો આશ્રમ બાંધી આપવાના કરાર કર્યા હતા