બંગાળની ખાડીમાં સર્જાયેલા ફાની ચક્રવાતે શુક્રવારે ઓડિશામાં કેર વર્તાવ્યા બાદ મોડી રાતે તે પશ્ચિમ બંગાળ પહોંચ્યું. ફાની તોફાન ખડગપુરમાંથી પસાર થયું ત્યારે અહીં ખુબ ઝડપથી પવન ફૂંકાયો અને ઠેર ઠેર વરસાદના કારણે પાણી ભરાઈ ગયાં.