વિશ્વ ક્રિકેટને 23 વર્ષ બાદ એક નવો ચેમ્પિયન મળી ગયો છે. ઈંગ્લેન્ડે વિશ્વ કપ 2019ની રોમાંચક ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને સુપર ઓવરમાં હરાવી દીધું હતું. આ જીતની સાથે ઈંગ્લેન્ડ ક્રિકેટનું બાદશાહ બની ગયું છે. 1996મા શ્રીલંકા ચેમ્પિયન બન્યા બાદ વિશ્વ ક્રિકેટને પ્રથમવાર ઈંગ્લેન્ડના રૂપમાં નવો ચેમ્પિયન મળ્યો છે.