ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશાળ એવા કચ્છ જિલ્લામાં દર વર્ષે લાખો યાયાવર પક્ષીઓ મહેમાન બનતા હોય છે.. છેલ્લા ચાર વર્ષથી યાયાવર પક્ષીઓની સંખ્યામાં નોંધ પાત્ર ઘટાડો જોવા મળ્યો છે.. પરંતુ ચાલુ વર્ષે કચ્છ પર મન મૂકીને વરસેલા મેઘાએ જળાશયો છલોછલ કરી દેતા યાયાવર પક્ષીઓની સંખ્યામાં વધારો જોવા મળશે... છારીઢંઢ રાજ્યનું પ્રથમ સંરક્ષણ ક્ષેત્ર બન્યું,જે બન્ની અને ભુજ વચ્ચે આવેલું છે. આ વિસ્તારમાં 2008માં 82,580 પક્ષીઓની હાજરી નોંધાઈ હતી.