ગામડું જાગે છેઃ જુઓ, સંતરામપુરના નસીકપુર ગામના ખેડૂતોની શું છે વ્યથા
મહીસાગરના સંતરામપુરના નસીકપુર ગામના ખેડૂતો સાથે ઝી 24 કલાકે વાતચીત કરી હતી તેમની વ્યથા જાણવાનો પ્રયાસ કર્યો હતો. ખેડૂતોના ખેતરમાં વાવેલી મકાઈમાં જીવાત પડી ગઈ છે. અંદાજિત 60થી 70 એકર જમીનમાં ખેડૂતોએ મકાઈનું વાવેતર કર્યું હતું. બેથી ત્રણ વખત બિયારણ અને મોંઘાભાવનું ખાતર નાખ્યા છતાં નજરો સામે તેમનો પાક બગડી ગયો છે. બાકી હોય તો પાકવીમો ભરવા છતાં કોઈ વળતર ન મળતું હોવાની ખેડૂતો ફરિયાદ કરી રહ્યાં છે.