રાજ્યમાં સિંગતેલના ભાવમાં ફરી ભડકો
રાજ્યમાં સિંગતેલના ભાવમાં ફરી ભડકો થયો છે. રાજકોટમાં સિંગતેલનો ભાવ 2000ને પાર ગયો છે. છેલ્લા 3 દિવસમાં ડબ્બે 75 રુપિયાનો ભાવવધારો થયો છે. જો કે હજી પણ સિંગતેલના ભાવમાં 20થી 30 રૂપિયા વધે તેવી શક્યતાઓ છે. ગત વર્ષે અતિવૃષ્ટિને કારણે મગફળીનો પાક ઓછો થયો હતો.જે બાદ ખેડૂતોએ પણ ઉંચાભાવે મગફળી વેચી હતી...જો કે સીંગતેલના વેપારીઓ કહી રહ્યા છેકે જો નાફેડે ટેકાના ભાવે ખરીદેલી મગફળી માર્કેટમાં આવે તો તેલના ભાવ ઘટી શકે છે. નાફેડ પાસે કુલ 5 લાખ ટન મગફળી ઉપલબ્ધ છે.