ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ચુંટણીમાં તમામ હોદ્દેદારોની બિન હરીફ રીતે જીત થઈ છે. ચૂંટણીઓ થાય એ પહેલાં જ મુખ્ય પોસ્ટ પર ઉભેલા ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. ચેંબરમાં પ્રમુખ તરીકે દુર્ગેશ બુચ,સિનિયર વાઇસ પ્રેસીડેન્ટ તરીકે નટુભાઇ પટેલ અને વાઇસ પ્રેસીડેન્ટ તરીકે ભાર્ગવ ઠક્કર બિન હરીફ ચુંટાયા છે.