ડાયમંડ ઉદ્યોગ ક્ષેત્રે રશિયા-ગુજરાત ભાગીદારી મહત્વપૂર્ણ બનશે- મુખ્યમંત્રી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રશિયા અને ગુજરાત વચ્ચેના વ્યાપારિક સંબંધોને વ્યાપક બનાવવાના નવા અવસરો ગુજરાત અને રશિયન ફાર ઇસ્ટ રીજિયન સાથે મળીને ઊભા કરશે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ ડાયમંડ સેક્ટરમાં રશિયા સાથે ગુજરાતની વેપાર-ઉદ્યોગની વિપુલ સંભાવનાઓનો વિશેષ ઉલ્લેખ કરતાં કહ્યું કે, રશિયા વિશ્વના સૌથી મોટા હીરાના ભંડાર પૈકીનું એક છે. વિશ્વના ત્રીજા ભાગના રફ ડાયમંડ રશિયામાં ઉપલબ્ધ છે.