કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું બજેટ રજૂ કર્યુ હતું. આ દરમિયાન તેમણે ગુજરાતને બે ખાસ ભેટ આપી છે. જેમાં એક છે અમદાવાદના લોથલમાં મેરીટાઈમ મ્યુઝિયમ બનાવવાની અને બીજી કચ્છ જિલ્લામાં ધોળાવીરાને આર્કિયોલોજિકલ સાઈટ તરીકે રિડેવલપ કરવાની જાહેરાત કરી હતી.