દેશમાં ઉર્જા ક્ષેત્રે ફરી એકવાર ગુજરાત પ્રથમ નંબરે આવ્યું છે. કેન્દ્રીય ઉર્જા મંત્રી આર કે સિંગે આ અંગે જાહેરાત કરી હતી. કેન્દ્રીય મંત્રી જણાવ્યું હતું કે, વીજ વિતરણની કામગીરીમાં ગુજરાત નંબર વન પર છે. ગુજરાતની ચારેય વીજ વિતરણ કંપની દેશમાં સર્વોચ્ય સ્થાન પર છે. પ્રથમ ક્રમાંકે દક્ષિણ ગુજરાતની વીજ કંપની આવી છે. ગુજરાતના ઉર્જા મંત્રી સૌરભ પટેલ અને વીજ વિતરણ કંપનીના સીએમડીને કેન્દ્રીય મંત્રીએ સન્માનિત કર્યા હતા.