આવતીકાલે ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમ આવવાના છે, ત્યારે એક દિવસ પહેલા મોટેરા સ્ટેડિયમમાં ગાયક કલાકારોએ રિહર્સલ શરૂ કર્યું છે. પાર્થિવ ગોહિલ, કીર્તિદાન ગઢવી, કિંજલ દવે અને અન્ય કલાકારો હાલ સ્ટેડિયમ પર રિહર્સલ કરી રહ્યાં છે. દેશ ભક્તિના ગીતો અને અન્ય ગીતોનું રિહર્સલ હાલ ચાલી રહ્યું છે.