સુરત આગકાંડને લઈને ગરમાયુ રાજકારણ,હાર્દિક પટેલે લીધી ઘટનાસ્થળની મુલાકાત
સુરતના આગ કાંડમાં 22 વિદ્યાર્થીઓની વગર વાંકે જિંદગી હોમાઈ. જેઓ હોંશેહોંશે ક્લાસમાં ગયા હતા, તેઓને ખબર ન હતી. સુરત આગ ઘટના બાદ હવે રાજ્ય સરકાર પૂર બાદ પાળ બાંધવા નીકળી હોય તેમ સપાટો બોલાવી રહી છે. જો કે આ ઘટના પર રાજકારણ પણ ખેલાતું જોવા મળી રહ્યું છે. કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ સુરતના ઘટનાસ્થળે પહોંચ્યા . જો કે હાર્દિકનો ત્યાં વિરોધ પણ થયો અને આ મામલે એક વ્યક્તિની અટકાયત પણ કરવામાં આવી.