ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. બંને રાજ્યોમાં 21મી ઓક્ટોબરે એક જ તબક્કામાં મતદાન યોજાશે. જ્યારે 24મી ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે એટલે કે ચૂંટણી પરિણામ આવશે. મુખ્ય ચૂંટણી અધિકારી સુનીલ અરોડાએ ચૂંટણી કાર્યક્રમની જાણકારી આપતા કહ્યું કે બંને રાજ્યોમાં આજથી ચૂંટણી આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. અને બંને રાજ્યોમાં 27 સપ્ટેમ્બરના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. આ ઉપરાંત અલગ અલગ રાજ્યોની 64 વિધાનસભા બેઠકો અને બિહારની સમસ્તીપુર લોકસભા બેઠક માટે પેટાચૂંટણી પણ 21 ઓક્ટોબરે જ થશે. ગુજરાતની પણ 4 વિધાનસભા બેઠકો માટેની પેટાચૂંટણી 21મી ઓક્ટોબરે જ યોજાશે અને 24મીએ પરિણામ જાહેર થશે. જો કે આ બેઠકોના નામ જાહેર કરાયા નથી.