ઉત્તરાયણના તહેવારને લઇને લોકોમાં ઊંધીયું, જલેબી તેમજ અન્ય વાનગીઓ ખાવાનો અનોખો ક્રેઝ જોવા મળતો હોય છે. ત્યારે બજારમાં વેચાતા ઊંધીયા અને જેલીબી ખાઇને લોકોના સ્વાસ્થ્યને કોઇ નુકસાન ન પહોંચે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા અને શંકાસ્પદ ખાદ્યપદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા હતા.