‘ઓપરેશન લૂંટ’: આરોગ્ય વિભાગની તપાસ, સ્વરા પેથોલોજી લેબને કરશે સીલ
બીમારીના નામે ચાલતા ગોરખધંધાનો સૌથી મોટો ખુલાસો વડોદરા શહેરમાં થયો છે. વડોદરામાં આરોગ્ય તંત્રને હચમચાવતી ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં તબીબ અને લેબ સંચાલકની ખુલ્લેઆમ સાંઠગાંઠની સંભળાઈ રહી છે. વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં દર્દીઓને ખંખેરવાની વાત કરવામાં આવી રહી છે. લેબ સંચાલક તબીબને ઓફર આપી રહ્યો છે કે, ‘રૂપિયા આપશો તો દર્દીનો જેવો રિપોર્ટ બનાવવો હશે તેવો બની જશે... ’ જોકે, બીજી તરફ ZEE 24 કલાકના અહેવાલની સૌથી મોટી અસર જોવા મળી છે. આરોગ્ય વિભાગે તબીબ, લેબ સંચાલકની ઓડિયો ક્લિપ વાયરલ મામલે તપાસના આદેશ આપ્યા છે.