મેઘો મૂશળધાર: નવરાત્રી દરમિયાન સાર્વત્રિક વરસાદની આગાહી
અરેબિયન દરિયામાં ઘેરા દબાણનું ક્ષેત્ર બનવાથી ચક્રવાતી તોફાન હિકા (Hikka Cyclone)વધુ તીવ્ર બની ગયું છે. પરિણામે ગુજરાત (Gujarat)ના દરિયાકાંઠે પ્રચંડ પવન ફુંકાશે. સાથે સાથે ભારે વરસાદ પણ થવાની શક્યતા છે. જેથી દરિયામાં સ્થિતિ ખરાબ થઇ શકે છે. મોજા ઊંચે ઉછળી શકે છે. માછીમારોને બુધવાર સુધી દરિયામાં નહીં જવા માટે સૂચના આપી દેવાઈ છે. વાવાઝોડાની શક્યતાને લઇને તંત્ર સાબદું થઇ ગયું છે. ત્યારે કચ્છ (Kutch)માં હિકાની અસર દેખાવા લાગી છે. હિકાને કારણે કચ્છના દરિયામાં મોજા ઉંચા ઉછળવાની ચેતવણી અપાઈ છે. જેને કારણે એનડીઆરએફ (NDRF)ની એક ટીમ કચ્છમાં તૈનાત કરાઈ છે.