કેવડિયા ખાતે સ્ટેટ્યૂ ઓફ યુનિટી પાસે પ્રથમવાર હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી છે. પ્રવાસીઓ અત્યાર સુધી જમીન પરથી સ્ટેટ્યુ જોતા હતા. ત્યારે હવે આકાશમાં જઈને પણ વિશ્વના આ સૌથી ઊંચા સ્ટેચ્યુને નિહાળી શકાશે. આકાશી વ્યૂહ દ્વારા નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોઈ શકશે. દિલ્હીની હેરિટેજ એવિએશન નામની સંસ્થાને આ કામગીરી સોંપવામાં આવી છે.