બિન અનામત વર્ગની 254 મહિલા ઉમેદવાર દ્વારા કરવામાં આવેલી અરજી મામલે રાજ્ય સરકાર પાસે નિમણુંક પત્રની માંગણીને લઈને પિટિશન કરવામાં આવી હતી. 1578 પૈકીની 254 યુવતીઓએ હાઇકોર્ટમાં અરજી કરી છે. પાસ થયેલી યુવતીઓને તાત્કાલિક નિમણુંક પત્ર આપવામાં આવે એવી અરજીમાં રજુઆત કરી હતી. ગુજરાત હાઇકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો છે. સરકારે જવાબ રજૂ કરવા સમય માંગ્યો છે. વધુ સુનાવણી 11મી માર્ચે હાથ ધરાશે.