સ્ટીંગ ઓપરેશનમાં ખુલી મા અમૃતમ કાર્ડ કાઢી આપવામાં ચાલતી પોલમપોલ
તેજસ મોદી/સુરત : સુરતમાં મા અમૃતમ કાર્ડ કાઢવામાં ચાલી રહી છે મોટી પોલમંપોલ. 2500 રૂપિયામાં બોગસ પુરાવાઓને આધારે 24 કલાકમાં જ કાર્ડ તૈયાર કરી આપવામાં આવી રહ્યું છે. જનક ભાલાળાએ સ્ટીંગ ઓપરેશનમાં આ ખુલાસો કર્યો છે. સુરતના રાંદેર આરોગ્ય કેન્દ્રમાં આવી રીતે કાર્ડ તૈયાર કરવામાં આવે છે. જેમાં એજન્ટો રૂપિયા લઇ કાઢી કાર્ડ કઢાવી આપે છે. આ માટે બોગસ રેશન કાર્ડ અને આવકનો દાખલો બનાવાય છે. જનક ભાલાળાની અનેક રજુઆતો છતાં તંત્ર ઘોર નિંદ્રામાં રહ્યું છે.