IAS અધિકારી ગૌરવ દહિયાના કથિત પ્રેમિકા અને પત્ની પ્રકરણ કેસમાં દિલ્લીની પીડિતા રાજ્ય મહિલા આયોગની ઓફિસે પહોંચી હતી. જ્યાં મહિલા આયોગનાં અધ્યક્ષ લીલાબહેન અંકોલિયાને મળીને પીડિતા પોતાની આપવિતી મહિલા આયોગ સમક્ષ રાખી હતી. આ કેસમાં IAS અધિકારી ગૌરવ દહિયાને રૂપાણી સરકાર સસ્પેન્ડ કરી ચુકી છે અને સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ તપાસ કરી રહી છે.