જમ્મુ કાશ્મીરમાં 370 દૂર, ભારતનો નકશો બદલાયો... જાણો
જમ્મુ અને કાશ્મીર રાજ્ય મામલે આજે મોદી સરકારે ઐતિહાસિક નિર્ણયો લીધા છે. આ મામલે ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યસભામાં મોટી જાહેરાતો કરી છે. જેમાં તેમણે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો સંકલ્પ રજુ કર્યો. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370ના તમામ ખંડ લાગુ નહીં થાય. આ સાથે જ આર્ટિકલ 35એને પણ હટાવવામાં આવી છે. અમિત શાહે આજે રાજ્યસભામાં જમ્મુ કાશ્મીર પુર્નગઠન વિધેયક પણ સદનમાં રજુ કર્યું છે. આ બદલાવને પગલે ભારતનો નકશો બહુ જલ્દી બદલાઈ જશે.