ખુલ્લું આકાશ, અફાટ સમુદ્ર, સૂર્યાસ્તનો સમય, સૂર્ય તમારાથી જાણે એકદમ નજીક, રાતની ખુશનુમા ચાંદની. આ કોઈ ફિલ્મી સ્ટોરી નથી પરંતુ હકીકત છે. ક્રુઝમાં બેસીને સમુદ્રના ઉછળતા મોજા વચ્ચે મસ્તી, મ્યુઝિક, ઝાયકા અને ઘણું
બધું માણી શકો છો. તમને સવાલ થશે કે ભાઈ આ બધી સુવિધા માણવા માટે તો વિદેશ જવું પડે અને પછી ક્રુઝમાં બેસી શકાય, અને તે પણ ખર્ચાળ પેકેજ સાથે!!! પરંતુ તમારી આ શંકા અમે દૂર કરી દઈએ છીએ. ભારતની પ્રથમ સેવન
સ્ટાર સુવિધાવાળી ક્રુઝ હવે ભારતના મોસ્ટ એટ્રેક્ટિવ ડેસ્ટિનેશન ઉપર ફરતી થઇ છે. મુંબઈથી ગોવા અને દીવ સહીત અનેક રમણીય સ્થળો ઉપરાંત વિદેશમાં પણ આ ક્રુઝ દ્વારા ફરવાનો એક અવસર આવ્યો છે. ભારતની પહેલી લક્ઝરી ક્રુઝ મુંબઈથી ટુરીસ્ટને ગોવા અને દીવ લઇ જાય છે. સમુદ્રી સફર કરવી દરેકનું સપનું હોય છે. જલેશ ક્રુઝ નામે ઓળખાતી આ લક્ઝરી સેવા ભારતમાં પણ શરુ થઇ છે. જલેશ ક્રુઝને 'કર્ણિકા' નામ આપવામાં આવ્યું છે.