ભારતની આપણી ભવ્ય સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાને ભૂલીને આપણી યુવાપેઢી આજે પાશ્ચાત્ય દેશોનુ આંધળુ અનુકરણ કરતી જોવા મળી રહી છે.બીજી તરફ જે દેશને અન્ય દેશો વિકાસનો પર્યાય ગણે છે તે જાપાન દેશની યુવાપેઢી આપણા રીવાજ પ્રત્યે કેટલું સન્માન ધરાવે છે તેનો ખ્યાલ એ વાતથી આવે છે કે જાપાનનું એક યુગલ પોરબંદર ખાતે આવેલ "આર્ષ સંસ્કૃતિ તીર્થ આશ્રમ"માં વૈદિક પરંપરાથી પોતાના લગ્ન કરવા પહોંચ્યુ હતું અને તેઓએ ભારતીય પરંપરા મુજબ સાત ફેરા ફરી પ્રભુતામાં પગલાં માડ્યા હતા.