અજય શીલુ/પોરબંદર : ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા હાલ વૃંદાવનમાં છે. વૃંદાવનમાં તેમની કથા ચાલી રહી છે. જો કે પોતાના ઉતારા સ્થળથી કથા સ્થળ સુધી પહોંચવા માટે તેઓ નીકળ્યા હતા, ત્યારે ટ્રાફિક જામ થવાને કારણે તેમની કાર આગળ વધી શકે તેમ ન હતી. જેથી તેઓ સ્કૂટર પર બેસીને કથા સ્થળે પહોંચ્યા. રસ્તામાં અનેક લોકોએ તેમના દર્શન કર્યા હતા. તેમની સ્કૂટર પર સવારીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. .વૃંદાવનમાં હોળી ધૂળેટીના ઉત્સવને ધામધૂમથી મનાવવામાં આવે છે. આ તહેવારને કારણે 3, 4 દિવસ પહેલાથી જ લોકો ઉમટવા લાગે છે. જેને કારણે ટ્રાફિક જામ થતા રમેશભાઈએ સ્કૂટર પર બેસીને કથાસ્થળે આવવું પડ્યું.