રાજકોટ બેડી યાર્ડ ખાતે મજૂરોની હડતાળ સમેટાઇ ગઇ છે. યાર્ડના સતાધીશો, વેપારીઓ અને મજૂરો વચ્ચે મળેલ બેઠક બાદ હડતાળ સમેટાઇ હતી. મજૂરોને 10 ટકા વધારો આપવામાં આવ્યો. આ અગાઉ 5 રૂપિયા મજૂરી આપવામાં આવતી જે હવે 5.50 રૂપિયા આપવામાં આવશે. મજૂરોએ 40 ટકા વધારાની કરી હતી માંગ જેની સામે 10 ટકા વધારો આપવામાં આવ્યો છે.