હોળીના દિવસે લાલુ પ્રસાદ યાદવ ભરપૂર મસ્તીમાં રહેતા હતા. પટનામાં તેમાન ઘરે મોટી સંખ્યામાં લોકો હોળી રમવા આવતા હતા. અહીં પારંપરિક હોળી ગીત અને હોળી ડાન્સની ધૂમ રહેતી હતી. લાલુની હોળીની વિશેષતા હતી 'કુર્તા ફાડ' હોળી. લાલુની હોળીમાં ભાગ લેવાની પ્રથમ શરત રહેતી હતી કે તમારે તમારો ઝભ્ભો ફાડવા માટે તૈયાર રહેવાનું છે. પહેલા લોકો એક-બીજાના ઝભ્ભા ફાડતા હતા અને પછી રંગોની હોળી રમતા હતા.