રાજ્ય સરકારના કૃષિ સહાય પેકેજમાં ખેડુતોની નોંધણીનો આજે છેલ્લો દિવસ છે. રાજ્ય સરકાર દ્વારા આ મુદ્તમાં કોઈ વધારો તકલામાં નહીં આવે. અત્યાર સુધીમાં કુલ 30 લાખ જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી છે. રાજ્ય સરકાર દ્વારા સાડા 7 લાખથી વધુ ખેડૂતોને 574 કરોડ રૂપિયાની ચુકવણી કરી છે. રાજ્યમાં 58 લાખથી વધુ ખેડૂતો સામે સરકારની સહાય માટે 30 લાખની નોંધણી કરી છે. આજે રાત્રે 12 વાગ્યે સુધી ઓનલાઇન નોંધણી કરી શકાશે.