લોકસભાની ચૂંટણીમાં મળેલા ભવ્ય વિજય પછી ફરી એકવાર દેશની કમાન સંભાળનારા નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદે શપથ લેવા જઈ રહ્યાં છે. આ ભવ્ય શપથ સમારોહના કારણે સમગ્ર દિલ્લીને રંગબેરંગી લાઈટથી શણગાર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ભવન પણ રંગીન લાઈટોના શણગારથી ઝળહળી ઉઠ્યું હતું.