દશેરાના મહાપર્વ પર રાજકોટમાં ફાફડા જલેબી માટે લાગી લાંબી લાઇનો
રાજકોટમાં દશેરા નિમિતે ફાફડા જલેબી ખરીદવા લોકોની લાંબી લાઈન લાગી છે. નિઝામપુરામાં આવેલી ફાફડા જલેબીની દુકાનમાં લોકો સવાર સવારથી જ લાંબી લાઈન લગાવી ઉભા છે. જેઓ એક કે બે કલાક લાઈનમાં ઉભા રહી ફાફડા જલેબી ખરીદી રહ્યા છે. રાજકોટમાં ફાફડાનો ભાવ એક કિલોના 320 રૂપિયા છે જયારે શુધ્ધ ઘીની જલેબીનો ભાવ 400 રુ કિલો છે. રાજકોટમાં કરોડો રૂપિયાના હજારો કિલો ફાફડા સાંજ સુધી વેચાશે. મહત્વની વાત છે કે ફાફડા જલેબી ખરીદીમાં કોઈપણ પ્રકારની મંદી નથી નડી રહી જે અર્થતંત્ર માટે શુભ સંકેતા માની શકાય.