ચાલુ સીઝને વરસાદે ઘણા વિસ્તારોમાં તમામ રેકોડો તોડ્યા હતા. વર્ષો બાદ ચોમાસુ પાછું ખેંચાવાની પ્રક્રિયા સૌથી મોડી જોવા મળી હતી. ત્યારે દેશભરમાંથી 2 દિવસમાં ચોમાસું વિદાય લેશે. ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે દાહોદ શહેરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. ભારે બફારા બાદ ધીમીધારે વરસાદ શરૂ થતાં વાતાવરણ ખુશનુમા જોવા મળ્યું હતું. વીજળીના કડાકા ભડાકા સાથે થઈ વરસાદની શરૂવાત થઇ હતી.