મોરારિબાપુએ અમિત શાહની સરખામણી સરદાર સાથે કરી
સૌરાષ્ટ્રના યાત્રા ધામ અને સદાવ્રતથી પ્રસિદ્ધ એવા વીરપુરમાં ચાલી રહેલ રામકથાના અંતિમ દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજરી આપી હતી. રામ કથાના છેલ્લા દિવસે મુખ્યમંત્રીએ આરતી કરી હતી. તેમજ વીરપુરમાં છેલ્લા 200 વર્ષથી ચાલતું સદાવ્રત અવિરત ચાલુ રહે તેવી શુભ કામના આપી હતી. આજે પુર્ણાહુતીના દિવસે વ્યાસ પીઠ ઉપરથી બોલતા મોરારી બાપુ (Morari bapu) એ નરેન્દ્ર મોદી અને અમિત શાહ (Amit Shah)ને યાદ કર્યા હતા. મોરારી બાપુનો ગૃહમંત્રી અમિત શાહ પ્રત્યેનો પ્રેમ પ્રગટ થયો હતો. મોરારીબાપુએ કહ્યું હતું કે, અમિત શાહ મને સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Patel) ની યાદ અપાવે છે.