માતાએ ત્રણ બાળકો સાથે કુવામાં ઝંપલાવ્યું, ચારેના મોત
મહિસાગરના કડાણા તાલુકામાં આવેલ ડીટવાસ ગામની હ્યદય કંપાવી દેતી ઘટનાથી પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. ડીટવાસ ગામમાં રહેતી એક માતાએ ત્રણ બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવતા મહિલા અને ત્રણ બાળકીઓના મોત નિપજ્યા છે. ૨૪ વર્ષીય મંગુબેન ડામોરે 5 વર્ષ, 2 વર્ષ અને 4 માસની બાળકીઓ સાથે આત્મહત્યા કરી. પોતાની વ્હાલસોયી બાળકીઓ સાથે મોતને વ્હાલું કરનાર માતાના મોત માટે જવાબદારને આકરી સજા કરવા માંગ ઉઠી રહી છે. ઘટનાને પગલે કુટુંબીજનો અને ગ્રામજનોમાં શોકનો માહોલ છવાયો છે. ડી વાય એસપી સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને બહાર કાઢી પી.એમ. અર્થે મોકલવામાં આવ્યા હતા. પોલીસ આપઘાત કરવા પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.